હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય રમત દિવસ’ અંતર્ગતસ્વ. શ્રી હસમુખરાય ગોકળદાસ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જી.ડી. શાહ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ ખાતે વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું તેમજ તેમની સાથે આનંદની પળો વિતાવી. મોટા પ્રમાણમાં બાળકો વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને સ્પર્ધાઓની મજા માણી. સાથે ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોની પણ મજા માણી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું છે. ‘ખેલ મહાકુંભ’ અને ‘ખેલો ઈન્ડિયા’ જેવી પહેલો તેના ઉત્તમ ઉદાહરણો છે. આ ઉપરાંત, વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ દ્વારા ખેલાડીઓને સતત સમર્થન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભવિષ્યમાં તેમને રમત-ગમતના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે.


