NCERT પુસ્તકોમાં ISRO વિશે નવો પાઠ ઉમેરાયો. હવે બાળકો ભારતના અવકાશ મિશનનો અભ્યાસ કરશે. ‘ભારત: એક ઉભરતી અવકાશ શક્તિ’ નામના નવા પ્રકરણ દ્વારા વિદ્યાર્થીઓ ચંદ્રયાનથી ગગનયાન સુધીની ભારતની ઐતિહાસિક સિધ્ધીઓ વિશે શીખી શકશે.
બાળકો હવે ભારતીય અવકાશ સંશોધન સંગઠનના મિશન વિશે NCERT ની બુકમાં ભણશે. ‘ભારત : અ રાઈઝિંગ સ્પેસ પાવર’ નામનો એક નવો પ્રકરણ ઉમેરવામાં આવ્યો છે. જે ધોરણ 6 થી 8 માટે છે. તેમજ ISRO પર એક વધુ પ્રકરણ ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે પણ છે.
ઈશરોની શરૂઆત, કેવી રીતે થઈ, અત્યાર સુધીમાં કેટલાં મિશન કર્યા વગેરેને લગતી માહિતી આપતું પ્રકરણ બાળકો ભણશે. જેમાં પ્રશ્ર્નો અને જવાબ દ્વારા પ્રકરણની શરૂઆત થાય છે તો આર્યભટ્ટ, એપીજે અબ્દુલ કલામ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તે ઉપરાંત ભારતનું પહેલું રોકેટ સાયકલ પર લઇ જવામાં આવ્યું હતું તેના ચિત્રો પણ આપવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, અવકાશ ભલે દુર લાગે, પરંતુ, તે આપણા રોજિંદા જીવનનો આધુનિક સંદેશાવ્યવહારને આગળ ધપાવે છે અને સૌથી દુરના પરિવારને પણ સામાન્ય જીવન સાથે જોડે છે. ભારતનો અવકાશ કાર્યકક સ્કેલ, ગતિ અને કૌશલ્યથી આપણા અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. આ અભ્યાસક્રમમાં ચંદ્રયાન અને ગગનયાન મિશન પણ ઉમરેવામાં આવ્યા છે. આ મોડયુલો ચંદ્રયાનથી ગગનયાન સુધી ભારતની મુખ્ય અવકાશ સફળતાઓ દર્શાવે છે.


