Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયનફરત ફકત વિનાશ લાવે છે, એકતા અને માનવતાની રક્ષા જરૂરી... પીએમ મોદી

નફરત ફકત વિનાશ લાવે છે, એકતા અને માનવતાની રક્ષા જરૂરી… પીએમ મોદી

1947 માં ભારતનું વિભાજન ફકત જમીનનું જ નહીં પણ હૃદયનું પણ વિભાજન થયું હતું. લાખો લોકોએ પોતાના ઘર, પરિવાર અને ઓળખ ગુમાવી હતી. લોહીથી લથપથ રેલવે ટે્રક આંશુઓ ભરેલી ભીની આંખો અને એક ભયાનક છબી… આ પીડાને યાદ રાખવી અને ભાવિ પેઢીઓને ચેતવણી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે તરીકે જાહેર કર્યો છે. જેનો હેતુ એ યાદ રાખવાનો છે કે, નફરતની આગ ફકત વિનાશ લાવે છે અને આપણે દરેક કિંમતે આપણી એકતા, પ્રેમ અને માનવતાનું રક્ષણ કરવું જોઇએ.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું ‘આપણા ઈતિહાસના એક દુ:ખદ પ્રકરણ દરમિયાન અસંખ્ય લોકો એ સહન કરેલા અશાંતિ અને પીડાને યાદ કરીને ભારત વિભાજન વિભિષીકા સ્મૃતિ દિવસ ઉજવી રહ્યું છે. આ તેમની હિંમતનું સન્માન કરવાનો પણ દિવસ છે. આ અકલ્પનીય નુકસાનનો સામનો કરવાની અને નવેસરથી શરૂઆત કરવાની શકિત શોધવાની તેમની ક્ષમતાનો દિવસ છે. વધુમાં તેમને કહ્યું કે, આ દુર્ઘટનાથી પ્રભાવિત ઘણાં લોકોએ પોતાનું જીવન ફરી શરૂ કર્યુ અને મહાન કાર્યો પ્રાપ્ત આ દિવસ આપણને આપણા દેશની એકતામાં બાંધતા સંવાદિતાના બંધનને મજબુત કરવાની આપણી કાયમી જવાબદારીની પણ યાદ અપાવે છે.

- Advertisement -

જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, વિભાજનથી ખુબ પીડા થઈ અને તેના દુરગામી માનવતાવાદી અને વ્યૂહાત્મક પરિણામો આવ્યા. વિભાજન ભયાનક સ્મૃતિ દિવસ પર આપણે આ દુર્ઘટના સહન કરનારાઓની ધીરજને યાદ કરીએ છીએ. જ્યારે કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હું આ અર્થહિન વિભાજન પછી થયેલી વ્યાપક હિંસા અને ભયાનક નરસંહારમાં પોતાના જીવનું બલિદાન આપનારાઓને અને મારા માતા-પિતા સહિત ચમત્કારિક રીતે બચી ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. જે લોકોને ભારતમાં લાચાર ભાગલાના શરણાર્થીઓ તરફે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાની ફરજ પાડી હતી. ભાગલાની ભયાનકતા આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular