ટેક્નોલોજી અને વિજ્ઞાનનો અદ્વિતીય સંયમ, હવે આકાશમાં હશે પૃથ્વી માટે એક ચેતન નજર!
એવી નજર, જે દેખાશે અવકાશથી સમજશે પૃથ્વીના હરકતભર્યા હ્રદયના ધબકારને…
એવી નજર, જે કોઈ સરહદ માનતી નથી, કોઈ અંધારાથી ડરતી નથી, અને કોઈ વાતાવરણની મર્યાદામાં બંધાઈ નથી…
NISAR (નિસાર) — નાસા અને ઇસરોના સાથોસાથ સહયોગનું મહાકાવ્ય, આજે અવકાશમાં પૃથ્વીની રક્ષાની સશક્ત પ્રતિજ્ઞા સાથે ઉડી રહ્યું છે.
₹13,076 કરોડના ખર્ચે તૈયાર થયેલો અને 743 કિલોમીટર ઊંચેથી સતત પૃથ્વી પર નજર રાખનાર, 2392 કિલોગ્રામ વજન ધરાવતો આ ઉપગ્રહ હવે બનશે આપણું “આકાશમય તૃતીય નયન”
એક એવી આંખ, જે દર 12 દિવસે પૃથ્વીની પૂરી સપાટીનું બે વખત માપન કરશે, સેન્ટિમીટરની ચોકસાઈ સાથે!
કુદરતની અજાણી પ્રવૃત્તિઓ પર હવે રહેશે સતત નજર
ભૂકંપના ઈશારા, પૂરથી પૂર્વ ચેતવણી, જંગલમાં લાગેલી આગની તરત ઓળખ, બરફના પિઘળવાના સ્પષ્ટ આંકડા, અને તેલની ચીકટ પરત જેવી પર્યાવરણીય સમસ્યાઓનો હવે સામનો થશે સાચી માહિતી અને સમયસર પગલાં સાથે.
NISAR માત્ર ઉપગ્રહ નથી… એ છે એક સંવેદનશીલ સંકલ્પ —
જેમા સામેલ છે વૈજ્ઞાનિક દૃષ્ટિ, ટેક્નોલોજીકલ માહેરતા અને સમગ્ર માનવજાત પ્રત્યેની જવાબદારી.
હવે આપણી પૃથ્વી હશે વધુ સુરક્ષિત, કારણ કે હવે તે સ્વયં “જાણશે” જ્યારે કંઈક બદલાઈ રહ્યું હોય.
કોઈ ઊંઘતી વિપત્તિ માટે હવે આપણે નહિ રહીએ અંધારા માં… કારણ કે હવે છે “વિજ્ઞાનની નજર”, ઊંચે આકાશમાં, નભમંડળમાંથી પૃથ્વી પર તાકી રહેલી!
વિજ્ઞાન માટે એક સાહસિક પગલું…
અને માનવતાની રક્ષા માટે એક વિશાળ છલાંગ લગાવી છે જે ભારતમા ગર્વ આપનારો આ દિવસ માનવામા આવે છે.
NISAR (નિસાર) નું સંપૂર્ણ નામ છે:
NASA-ISRO Synthetic Aperture Radar
NISAR = વૈજ્ઞાનિક દ્રષ્ટિ + ટેક્નોલોજી + માનવ કલ્યાણ.
આ ઉપગ્રહ અમેરિકાની NASA અને ભારતની ISRO (ઈસરો) વચ્ચેની સહયોગથી બન્યો છે.
વિશ્વનો પહેલો એવો ઉપગ્રહ છે જેમાં બે દેશોએ મળીને દ્વિ-આવૃત્તિ સિંથેટિક એપરેચર રાડાર (SAR) લગાવ્યો છે.
NISAR શું કરે છે?
NISAR ઉપગ્રહ પૃથ્વી પરથી ઊંચે 743 કિ.મી. ઊંચાઈએ ઊડતો રહેશે અને નીચેના કામો માટે ઉપયોગી થશે:
1. પૃથ્વી ની સપાટીનું માપન – દરેક 12 દિવસે બે વખત, સેંટિમીટરની ચોકસાઈ સાથે.
2. પ્રાકૃતિક આપત્તિઓની ઓળખ ભૂકંપ, પૂર, જંગલમાં આગ, બરફનું પિઘળવું વગેરે.
3. પર્યાવરણીય ફેરફારો પર નજર – વનવિસ્તારનું નુકશાન, જમીનની સરકાવટ, ખેતરમાં ફેરફાર વગેરે.
જેનુ વજન 2392 કિલોગ્રામ
ઉંચાઈ પૃથ્વીથી 743 કિ.મી. ઉપર
રાડાર L-Band (ISRO) + S-Band (NASA) વિવિધ ફ્રિક્વન્સી, સ્કેનિંગ ક્ષમતા પૃથ્વીની સંપૂર્ણ સપાટી, દરેક 12 દિવસે 2 વાર ઉપયોગ ભૌગોલિક ડેટા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયન્ટિફિક રિસર્ચમા ઉપયોગી થશે..
NISAR કેમ ખાસ છે?
પ્રથમ વખત ભારત અને અમેરિકાએ મળીને એકજ ઉપગ્રહ બનાવી અવકાશમાં મોકલ્યો.
આ “Synthetic Aperture Radar” દરેક હવામાનમાં કામ કરે છે — એટલે કે મેઘ, ધૂંધ કે રાત હોવા છતાં સ્પષ્ટ ચિત્ર આપે છે.
વૈજ્ઞાનિકો માટે પણ, ખેડૂતો, નીતિ નિર્માતાઓ અને પ્રાકૃતિક આપત્તિ સંભાળનાર તંત્ર માટે પણ આવશ્યક માહિતી આપશે.


