કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં વોંકળાના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 88,440ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ધ્રોલ તાલુકાના સગાડિયા ગામે જવાના માર્ગ પરથી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂા. 30,400ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના મુળીલા ગામની લાલણિયા સીમમાં આવેલા વોંકળાના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન ભૂરા ઉર્ફે ભુટો વેરશી ગોલતર, યશપાલસિંહ ભીખુભા જેઠવા, ભાવેશ રણછોડ સાઠોડિયા, કાંતિ પરસોત્તમ અમીપરા, ચિરાગ રસિક ધામેચા, મુકેશ લાલજી અમીપરા, ભગવાનજી રાણા કોઠિયા નામના સાત શખ્સોને રૂા. 16,440ની રોકડ રકમ અને રૂા. 72 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા. 88,440ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો ધ્રોલ તાલુકાના લતીપરથી સગાડિયા તરફ જવાના માર્ગ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન દિનેશ ઉફેૃ બાબુ બચુ રામાણી, કિશોર ચના પિપરિયા, રાજેશ બચુ રામાણી, મયૂર મગન તળપદા, પીયૂષ પ્રકાશ માલાણી, પીયૂષ વલ્લભ માલાણી, મહેશ બચુ રામાણી, રાજેશ વાલજી રામાણી નામના આઠ શખ્સોને રૂા. 30,400ની રોકડ રકમ અને ગંજીપતા સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના લુવાસર ગામના સીમ વિસ્તારમાં ખુલ્લા પટમાં જુગાર રમતાં ઇમ્તીયાઝ મુસા ખુરેશી, કિશોર બાબુ અજુડિયા, મનસુખ ઉર્ફે મનુ મારાજ જોષી, સુભાષ સવદાસ અજુડિયા નામના ચાર શખ્સોને શેઠવડાળા પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 10,220ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો જામનગર તાલુકાના મોરકંડા ગામમાં સ્મશાન પાસે જાહેરમાં તીનપત્તી રમતાં પ્રદીપ મગન પ્રાગડા, અનિલ હરિ પરમાર, રોહિત જાદવજી ગોહિલ, અશ્ર્વિન કરશન મારકણા, નરેન્દ્ર શાંતિલાલ ગોહિલ નામના પાંચ શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10,300ની રોકડ રકમ, રૂા. 30 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ તથા રૂા. 65 હજારની કિંમતના બે બાઇક સહિત કુલ રૂા. 1,05,300ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામનગર તાલુકાના સચાણા ગામમાંથી વર્લી મટકાના આંકડા મોબાઇલમાં લખી કપાત અને હાર-જિત કરતાં અકરમ અઝીઝ ગંજિયા અને શબ્બીર મુસા કક્કલ નામના બે શખ્સોને રૂા. 3570ની રોકડ રકમ અને રૂા. 2 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 5570ના મુદામાલ સાથે ઝડપી લઇ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠ્ઠો દરોડો જામનગર શહેરના મયૂરનગર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં મનસુખ અમરા શિંગરખિયા, સંજય નાનજી ગોહિલ, જીતેશ પ્રેમજી ગોહિલ અને ત્રણ મહિલા સહિત સાત શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 2750ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.
સાતમો દરોડો જામનગર શહેરના 49-દિ.પ્લોટ પાસેના રોડ પર જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજિત કરતાં જેઠાલાલ હરિલાલ જોઇશર નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 1010ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


