લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતી અને નોકરી કરતી યુવતી સવારે સ્કૂલેથી કોઇને કહ્યા વગર જતી રહેતા લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતી જ્યોત્સનાબેન નાગજીભાઇ બગડા (ઉ.વ.28) નામની યુવતી ગુરૂવારે સવારના નવ વાગ્યાના અરસામાં તેના ઘરેથી નોકરી પર સ્કૂલે ગઇ હતી. ત્યારબાદ સ્કૂલેથી કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપત્તા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કયાંય પત્તો ન લાગતાં આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે મેઘપર પોલીસે લાપત્તા થયેલી યુવતીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. લાપત્તા યુવતી અંગે કોઇને માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.


