જામનગર શહેરમાં સૌથી મોટા ઓવરબ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે. આ બ્રીજ કયારે ખુલ્લો મૂકાશે? તે સમય હજી નકક્ી નથી થયો. પરંતુ બ્રીજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ આ બ્રીજમાં અંબર ચોકડી નજીક સર્કલ બ્રીજની કામગીરી માટે બંધ કરવામાં આવ્યું હતું અને આ સંદર્ભે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરી તા. 30 મે સુધીમાં આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે પરંતુ બ્રીજની કામગીરીના કારણે આ ચોકડી પર બન્ને સાઇડ પતરાં મૂકી બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ કામગીરી પૂર્ણ થતાં ગઇકાલે આ ચોકડી પરના પુલ નીચેના બન્ને સાઇડના પતરાં કાઢી લેવામાં આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ જાહેરનામા મુજબ 30 મે પછી આ રસ્તો ખુલ્લો કરવાનો હતો. પરંતુ આ રસ્તો 82 દિવસ પછી ખુલ્લો કરવામાં આવ્યો છે અને આશ્ચર્યની બાબત એ છે કે, જાહેરનામાની તારીખ પૂર્ણ થયા બાદ રસ્તો મોડો ખોલવામાં આવ્યો હતો. પરંતુ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાની તારીખ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં નવું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું ન હતું.


