જામનગર તાલુકાના હાપા ખારી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ મહિલા સહિત સાત શખસોને પંચકોશી એ સ્ટાફે રૂા. 10,230ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખસોને પોલીસે ઝડપી લીધા હતા.
જુગારના પ્રથમ દરોડાની વિગત મુજબ દરોડો જામનગર તાલુકાના હાપાખારી વિસ્તારમાં જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા હોવાની હેકો. ચેતનભાઇ ઘાઘરેટિયા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હેકો. ચેતનભાઇ ઘાઘરેટિયા, પો.કો. કમલેશભાઇ ખિમાણિયા, મીત્તલબેન વકાતર સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન રાજેશ વાલા બેરડિયા, રમેશ ભગવાનજી ચાવડા, ધીરૂ દેવજી ચાવડા, રવિ ઉર્ફે કલુ સંતોષ ઠાકુર અને 3 મહિલા સહિતના સાત શખ્સોને રૂા. 10,230ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતાં શૈલેષ ઉર્ફે સાગર ભૂપત કૂડેચા, જયદેવ સવજી ભટાણિયા અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા. 1050ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.


