સોશિયલા મીડિયા પર દરરોજ કંઈક નવું નવું જોવા મળે છે કેટલાંક વીડિયો તો ખૂબ જ ફની હોય છે તો અહીં ટ્રેનના તો વળી લગ્ન મંડપના દુલ્હા દુલ્હનના રીત-રિવાજોના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક તરફ દુલ્હા-દુલ્હન લગ્ન મંડપમાં બેઠા છે. લગ્ન વિધિ ચાલી રહી છે અને અચાનક જ દુલ્હનના માથા પર કબુતર આવીને બેસી જાય છે. ત્યારે શું થયું આગળ જુઓ…
લગ્ન મંડપમાં ક્ધયા અને વરરાજાની લગ્નવિધિ ચાલી રહી હતી પૂજારી વિધીમાં વ્યસ્ત છે. આખો પરિવાર, સગા-સંબંધીઓ અને મહેમાનો એક-બીજાને મળવામાં વ્યસ્ત છે. આ દરમિયાન અચાનક કયાંકથી એક કબુતર ઉડીને સીધુ ક્ધયાના માથા પર બેસી ગયું. આ અનોખું દ્રશ્ય કેમેરામેનના કેમેરામાં કેદ થઈ ગયું હતું.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર trendy_larkaa and trendy.larkaa એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં જોઇ શકાય છે કે ક્ધયા અને વરરાજા લગ્ન મંડપમાં બેઠા છે. લગ્ન વિધિ ચાલી રહી છે આ દરમિયાન અચાનક એક કબુતર ઉડીને ક્ધયાના માથા પર બેસી ગયું અને બધા હસી પડયા. બાજુમાં બેઠેલા વરરાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો એ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે. ઘણા લોકો ટિપ્પણી પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કુદરત પણ વરઘોડીયાને આશિર્વાદ આપી રહ્યા છે.


