જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજ્યના 13 આઇએએસ અધિકારીઓની બદલીના રાજ્યસરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે અંકિત પન્નુની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન, 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. આ બદલીઓમાં અશ્વિનીકુમાર IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC)ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શિવરામ તોરવાણે, IAS (RR:GJ:2000) ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારોમાં રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી, IAS (RR:GJ:2014) ને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર, IAS (RR:GJ:2016) મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા. તેમજ જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના સ્થાને અંકિત પન્નુની નિયુક્તિ કરવામાં આવી છે.


