Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલહવાલે

ખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલહવાલે

ખંભાળિયાના શખ્સ વિરૂદ્ધ પાસાનું વોરન્ટ મંજૂર કરવામાં આવતાં કલેક્ટરએ મંજૂર કરતાં પોલીસ દ્વારા શખ્સને ઝડપી લઇ પાસા હેઠળ ભૂજ (કચ્છ) ખાતેની જેલ ખાતે મોકલી આપવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા સહિત જિલ્લામાં વિવિધ પ્રકારે ગંભીર ગુના આચરતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કડક વલણ અગત્ય કરીને આવા શખ્સો સામે પાસા અંગેના પગલાં સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે અહીંના બરછા સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી નામના 24 વર્ષના શખ્સ દ્વારા આચરવામાં આવેલા વિવિધ પ્રકારના ગુનાઓ અંગેની માહિતી એકત્ર કરી અને આ અંગે એલ.સી.બી. પી.આઈ. કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી. એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાવવામાં આવી હતી.

જે દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર આર. એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવતા તેમના દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી તેની સામે અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા શખ્સને રાઉન્ડ અપ કરીને પાસાના વોરંટની બજવણી બાદ તેને ભુજ-કચ્છ ખાતેની પાલાર ખાસ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular