વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ જમ્મુ અને કાશ્મીરમાં ચીનાબ નદી પર બન્યો છે જેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની ઉંચાઈ એફીલ ટાવર કરતા પણ વધુ છે. આ બ્રિજને કારણે હવે દિલ્હી દૂર નહીં લાગે જે કાશ્મીરની ખીણને બાકીના ભાગો સાથે જોડી રહે છે
View this post on Instagram
વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલો છે. આ પુલ માળખાકીય સ્ટીલનો બનેલો છે. તે માઈનસ 10 ડિગ્રી સે. થી 40 ડિગ્રી સે. સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. જેનો મતલબ એ છે કે જમ્મુ અને કાશ્મીરના હવામાનની આ પુલ પર કોઇ અસર થશે નહીં અને આ પુલ કોઇપણ મુશ્કેલી વિના કાર્યરત રહેશે. આ સાથે આ રેલવે પુલમાં ભુકંપ અને વિસ્ફોટનો સામનો કરવાની પણ ક્ષમતા છે.
આ પુલની ઉંચાઈ નદીના તટથી 359 મીટર છે. આ પુલ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં કટરા- બનિહાલ રીલ સેકશન પર 27,949 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ ઉધમપુર શ્રીનગર – બારામુલ્લા રેલ લીંક પ્રોજેકટ હેઠળ બનાવવવામાં આવ્યો છે. તે ખીણને રેલવે દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે કટરાથી શ્રીનગર સુધીની બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ઉધમપુર શ્રીનગર-બારામુલ્લા રેલવે લીંક પ્રોજેકટની કુલ લંબા 272 કિ.મી. છે અને તેનો ખર્ચ લગભગ 43,780 કરોડ રૂપિયા છે તેમાં 36 ટર્નલ અને 943 પુલનો સમાવેશ થાય છે.
આ બ્રિજને ચિનાબ નદી પર દેશના પ્રથમ કેબલ સ્ટેડ અંજી પુલ છે જે 1.3 કિ.મી. લાંબો રેલવે પુલ 359 મીટર ઉંચો છે. જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો છે. આ પુલ 260 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને સિસ્મિડ ઝોન-વી માં પણ સ્થિર રહી શકે છે. જેના બાંધકામમાં 30,000 ટન સ્ટીલ અને અડધા ફુટબોલ મેદાન જેટલો પહોળો પાયો વાપરવામાં આવ્યો છે. આ પુલ ભારતના એન્જીનિયરીંગ કૌશલ્યનું પ્રતિક માનવામાં આવે છે જેને બનાવવામાં લગભગ 1500 કરોડનો ખર્ચ થયો છે.


