Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસ બહારથી મોબાઇલ ફોન તથા ટેબ્લેટના પાર્સલની ચોરી

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસ બહારથી મોબાઇલ ફોન તથા ટેબ્લેટના પાર્સલની ચોરી

રૂા. 1,18,500ની કિંમતના 14 નંગ મોબાઇલ તથા ટેબ્લેટ ચોરી થયાની ફરિયાદ : અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ

જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક ટ્રાવેલ્સની ઓફિસ બહારથી રૂપિયા 1,18,500ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન તથા ટેબ્લેટનું પાર્સલ ચોરી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં મેહુલનગર એક્સચેન્જની સામે, કૃષ્ણનગર શેરી નંબર બેમાં રહેતાં મયૂરભાઇ જેઠાભાઇ પોસ્તરિયાએ સિટી ‘બી’ ડિવિઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુરૂદ્વારા ચોકડીથી આગળ આવેલ સેન્ટર પોઇન્ટમાં જય દ્વારકાધિશ ટ્રાવેલ્સની ઓફિસની બહારથી ગત્ તા. 01 જૂનના સવારે સાડા ચારથી દસ વાગ્યા સુધીના અરસામાં મોબાઇલ અને ટેબ્લેટના પાર્સલની ચોરી થઇ છે. જેમાં રૂા. રર હજારની કિંમતનો ઓપ્પો કંપનીનો એફ 29 પ્રો, રૂા. 12 હજારની કિંમતનો ઓપ્પો એ 5 પ્રો, ઓપ્પો કંપનીનો રૂા. 12 હજારની કિંમતનો એ5 પ્રો, રૂા. 7500ની કિંમતના લેનોવો કંપનીના ત્રણ નંગ ટેબ્લેટ, રૂા. 14 હજારની કિંમતના વિવો કંપનીના વાય19 મોડેલના બે નંગ મોબાઇલ ફોન, રૂા. 27 હજારની કિંમતના રીઅલમી કંપનીના પી3એક્સ મોડેલના ત્રણ ફોન, રૂા. 14 હજારની કિંમતનો મોટોરોલા કંપનીનો જી85 મોડેલનો મોબાઇલ ફોન, રૂા. 10 હજારની કિંમતના ટેકનો કંપનીના ગો1 મોડેલ કંપનીના બે ફોન સહિત કુલ રૂા. 1,18,500ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન અને ટેબ્લેટનું પાર્સલ ચોરી થયું છે.

આ અંગે અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ મયૂરભાઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં સિટી ‘બી’ના હે.કો. એ. પી. સોઢા દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular