જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોક નજીકના વિસ્તારમાં ઢોરના વાડામાં ભેંસોને ક્રૂરતાપૂર્વક બાંધી રાખી હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન 32 અબોલ જીવને મુક્ત કરાવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોક નજીકના ઢોરના વાડામાં બીલાલ શબ્બીર શેરજી અને સરફરાઝ ઓસમાણ દલ નામના બે શખ્સોએ ભેંસોને ક્રૂરતાપૂર્વક બાંધી રાખી હોવાની મળેલી બાતમીના આધારે પીઆઇ નિકુંજસિંહ ચાવડા, પીએસઆઇ રૂદ્રસિંહ જાડેજા અને સર્વેલન્સ સ્કવોડની ટીમએ દરોડો પાડી ઢોરના વાડામાં રહેલા 32 જેટલા અબોલ જીવને મુક્ત કરાવી મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


