Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારસંતાનમાં ત્રણ દીકરી જ હોય, યુવાને જિંદગી ટૂંકાવી

સંતાનમાં ત્રણ દીકરી જ હોય, યુવાને જિંદગી ટૂંકાવી

પોતાની વાડીએ જઇ ઝેરી દવા ગટગટાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી

ધ્રોલમાં યુવાનને સંતાનમાં ત્રણ દીકરી હોય, દીકરો ન હોવાનું દુ:ખ હોય, વાડીએ જંતુનાશક દવા પી જિંદગી ટૂંકાવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગોકુલ પાર્ક 2માં રહેતા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.38) નામના યુવાનને સંતાનમાં ત્રણ દીકરીઓ જ હોઇ, પોતાને દીકરો ન હોય તેવો અફસોસ કરતા હતા અને ગૂમસૂમ રહેતા હોય સંતાનમાં દીકરો ન હોવાના દુ:ખમાં તા. 1 જૂનના રોજ સવારના સમયે પોતાની વાડીએ જઇ પોતાના હાથે ઝેરી જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો. આ અંગે અલ્પેશસિંહએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular