જામનગરના ગુલાબનગર નજીક સિતારામ પાર્ક પાસેથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે નવ મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 10,550ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામજોધપુરના ખરાવાડ, શેરી નંબર ત્રણમાંથી ચાર મહિલાઓને પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 2570નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગુલાબનગર બ્રીજ નીચે, શ્યામ ટાઉનશીપ, સિતારામ પાર્ક, 212/5ની સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમિયાન નવ મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 10,550ની રોકડ તથા ગંજીપત્તા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જુગાર અંગેનો બીજો દરોડો જામજોધપુરના ખરાવાડની શેરી નંબર ત્રણમાં જાહેરમાં તનીપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન ચાર મહિલાઓને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધી હતી. તેઓ પાસેથી રૂા. 2570ની રોકડ તથા ગંજીપત્તા સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


