જામનગર-સમાણા હાઇવે પરથી પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે એક શખ્સને સાત નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી. ઝાખર ગામથી સિંગચ ગામ જતાં જાહેર માર્ગ પર ફાર્મ હાઉસની સિક્યોરિટી કેબિનમાંથી બે શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા હતા.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર-સમાણા રોડ, વી.ડી.બી. પાર્ટી પ્લોટ પાસેથી પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન વિપુલ કારાભાઇ મકવાણા નામના શખ્સને રૂા. 3500ની કિંમતની સાત નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન દારૂનો જથ્થો ભાવેશ સરવૈયા પાસેથી લીધો હોવાની કેફિયત આપતા પોલીસે બન્ને શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ભાવેશની શોધખોળ હાથ ધરી છે.
બીજો દરોડો મેઘપર પડાણાના ઝાખર ગામથી સિંગચ ગામ જતાં જાહેર માર્ગ પર આવેલ ફાર્મ હાઉસની સિક્યોરિટી કેબિનમાં શખ્સોએ દારૂની બોટલ રાખી હોવાની બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે રેઇડ દરમ્યાન દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાખા નાથા બુધિયા તથા ભૂરા આશા સંધિયા નામના બે શખ્સને રૂા. 1000ની કિંમતની બે નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બન્ને શખ્સો વિરૂઘ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


