Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામાં કુલ રૂા. 370 કરોડની વેરા વસૂલાત બાકી

જામનગર મહાનગરપાલિકામાં કુલ રૂા. 370 કરોડની વેરા વસૂલાત બાકી

જે પૈકી એકમાત્ર રેલવે વિભાગના જ રૂા. 140 કરોડ બાકી

જામનગર મહાનગરપાલિકામાં કુલ રૂપિયા 370 કરોડની વેરા વસૂલાત બાકી છે. જે પૈકી સરકારી વિભાગમાં માત્ર રેલવેની જ રૂા. 140 કરોડની વેરા વસૂલાત બાકી છે. જેને લઇ મહાનગરપાલિકા દ્વારા નોટીસ અને મિલકત જપ્તીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા કોર્ટ મેટર ચાલતી હોય, તેના પણ રૂા. 60 કરોડ બાકી છે.
જામનગર મહાનગરમાં પાલિકામાં કરોડો રૂપિયાના વેરાની વસુલાત બાકી છે. જેમાં રુ 290 કરોડની મુદ્દલ અને 180 કરોડ રૂપિયાનુ વ્યાજ મળીને કુલ રુ.370 કરોડની વસુલાત બાકી છે. આ પૈકી સરકારી વિભાગમાં એક માત્ર રેલ્વે વિભાગ દ્વારા 100 કરોડ રૂપિયા વ્યાજ સહીત કુલ 140 કરોડની વસુલાત બાકી છે. જે માટે વખતો-વખતો નોટીસ અને મિલકતનો સાંકેતિક કબ્જો મેળવીને જપ્તિ માટેની પ્રક્રિયા ચાલુ છે.

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા કુલ 1 લાખ 8 હજાર જેટલા આસમીઓની 190 કરોડની રૂપિયાની વેરાની વસુલાત બાકી છે. આ ઉપરાંત 60 કરોડ દરેડ જીઆઈડીસી દ્વારા કોર્ટ મેટર ચાલતી હોવાથી લાંબા સમયથી બાકી છે. અને 40 કરોની રૂપિયાની વેરાની વસુલાત રેલ્વે વિભાગ પાસેથી લાંબા સમયથી બાકી છે. જેનુ મુદ્દલ કરતા વ્યાજની રકમ વધી છે. કુલ 40 કરોડની રકમ સામે 100 કરોડની વ્યાજની વસુલાત સાથે કુલ 140 કરોડની વસુલાત બાકી છે. જે માટે મહાનગર પાલિકા દ્વારા વખતો-વખત નોટીસ અને મિલકતનો સાંકેતિક કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ કુલ વેરાની બાકી રકમ 290 કરોડ રૂપિયા તેમજ 180 કરોડ વ્યાજની રકમ મળીને કુલ 370 કરોડની વસુલાત બાકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular