દેશભરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તા. 22 મેથી તા. 5 જૂન સુધી જગતભરમાં પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત લાવો થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આજરોજ જામનગરમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજરોજ સવારે અજિતસિંહ ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતેથી પ્રારંભ થઇ હતી. જેમાં એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, અધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.


