જામનગર જિલ્લાના જુદા જુદા ત્રણ પોલીસ મથકોમાં ઝડપાયેલા રૂા. 41.83 લાખની કિંમતની 17,497 ઇંગ્લીશ દારૂ અને બીયરના ટીન ઉપર આજે એરપોર્ટ નજીક ખુલ્લી જગ્યામાં એએસપી અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતના પંચોની હાજરીમાં સરકારી બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી 3916 નંગ દારૂની બોટલો અને 10,604 નંગ ચપટા તથા 127 નંગ બીયરના ટીન મળી કુલ 14,657 નંગ રૂા. 31,35,697ની કિંમતનો દારૂ તથા કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ 1214 બોટલ દારૂ, 1055 નંગ ચપટા અને 23 નંગ બીયરના ટીન મળી કુલ 2292 બોટલ કિંમત રૂા. 8,,3,900ની કિંમતનો દારૂ તથા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલ 533 બોટલ દારૂ, 15 નંગ ચપટા મળી કુલ રૂા. 2,33,930ની કિંમતની 548 બોટલ મળી કુલ રૂા. 41,83,527ની કિંમતની 5673 બોટલ દારૂ અને 11674 નંગ દારૂના ચપટા તથા 150 નંગ બીયરના ટીન મળી કુલ 17,497 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા અને બીયરના ટીન ઉપર એરપોર્ટ નજીક ખુલ્લા મેદાનમાં લાલપુર એએસપ પ્રતિભાબેન, પ્રાંત અધિકારી બી. એ. કાલારિયા તથા ગ્રામ્ય ડીવાયએસપી આર. બી. દેવધા સહિતના અધિકારીઓ અને સરકારી પંચની રૂબરૂમાં દારૂના જથ્થા ઉપર સરકારી બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.


