Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરએક તો યુવતીની છેડતી કરી, ઉપરથી યુવતી સહિતનાઓ ઉપર હુમલો

એક તો યુવતીની છેડતી કરી, ઉપરથી યુવતી સહિતનાઓ ઉપર હુમલો

જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલી વાડીમાં લગ્ન પ્રસંગમાં કેટરર્સમાં કામ કરતી યુવતીની છેડતી મામલે ડખ્ખો થતાં શખ્સ અને તેના પરિવારજનો દ્વારા ચાર યુવતી તથા શખ્સ ઉપર હુમલો કરાતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી વાડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટરીંગમાં કામ કરતી એક શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી હતી. છેડતી કરાતા યુવતી અને યુવતિ સહિતનાઓ દ્વારા શખ્સ સાથે બોલાચાલી થવાથી છેડતી કરનાર શખ્સ અને તેના પરિવારજનો દ્વારા કેટરીંગમાં કામ કરતી ચાર યુવતી અને એક યુવક સહિત પાંચ વ્યક્તિઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરાતા ઘવાયેલા પાંચેય વ્યક્તિઓને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલ દોડી જઇ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular