ખંભાળિયામાં રાધાકૃષ્ણ મંદીર પાસે રહેતા મહિલાના પતિનું ત્રણઅવસાન થયું હોય અને ઘરની જવાબદારીના કારણે રેસ્ટોરનટ ચલાવતી હતી પરંતુ આ રેસ્ટોરનટ બરાબર ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલલાના ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા રાણીબેન રામભાઈ સાજાભાઈ રૂડાચ નામના 44 વર્ષના મહિલાના પતિ આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. આ પછી આખા ઘરની જવાબદારી તેમના ઉપર હતી. આથી તેઓ એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા. પરંતુ આ રેસ્ટોરન્ટમાં પૂરતી ઘરાકી ન રહેતી હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં મધ્યરાત્રિના સમયે તેમણે પોતાના ઘરે છતના પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની નવઘણભાઈ રામભાઈ રૂડાચ દ્વારા જાણ કરતા ખંભાળિયા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


