જામનગર શહેરમાં સેનાનગર વિસ્તારમાં કડિયાકામ અને સેન્ટીંગના ભાગીદાર વચ્ચે પૈસાની લેવડદેવડ મામલે થયેલી બોલાચાલીમાં માતા અને પુત્રએ યુવાન ઉપર પાવડા વડે હુમલો કરી અને યુવાનની પત્નીને ગાળો કાઢી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઇન્દીરા કોલોનીની શેરી નંબર 15, ખેતીવાડી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ખીમજી ચાવડા નામના યુવાન અને મુન્ના મુળજી મકવાણા નામના યુવાન વચ્ચે કડિયાકામ અને સેન્ટીંગકામ ભાગીદારીમાં કરતા હતા અને આ ભાગીદારીમાં પૈસાની લેવડદેવડ બાબતે થયેલી બોલાચાલીમાં ગત્ તા. 10ના રોજ સવારના સમયે સેનાનગર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર મુન્ના મુળજી મકવાણા અને લક્ષ્મીબેન મૂળજી મકવાણા નામના માતા અને પુત્રએ સાઇટ પર પડેલા પાવડા વડે ધર્મેન્દ્ર ચાવડા નામના યુવાન ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી તેમજ લક્ષ્મીબેનએ ધર્મેન્દ્રાની પત્ની ગીતાબેનના ઘરે જઇ જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને તમારાથી થાય તે કરી લેજો હજી બીજો પગ પણ ભાંગી નાખવો છે તેવી ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા ધર્મેન્દ્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ ડી. કે. ગોહિલ તથા સ્ટાફએ ઇજાગ્રસ્તના નિવેદનના આધારે માતા અને પુત્ર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


