લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનના ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતાં ત્યારબાદ એક વર્ષના લગ્ન્જીવન બાદ છૂટાછેડા થઈ જતાં ગુમસુમ રહેતાં યુવાને પવનચકકીના ટીસીના એંગલમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતો અને સિકયોરિટી તથા મજૂરી કામ કરતો મનસુખભાઈ ઉકાભાઈ બાટા (ઉ.વ.28) નામના નામના યુવાનના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતાં અને ત્યારબાદ એક વર્ષના લગ્ન જીવન પછી પત્ની સાથે અણબનાવ થઈ જતા છૂટાછેડા થયા હતાં ત્યારબાદથી એકલવાયુ જીવન જીવતા યુવાનને છૂટાછેડાનું મનમાં લાગી આવતા ગુમસુમ રહેતો હતો અને તે દરમિયાન બુધવારે સવારના સમયે ગામની સીમમાં ભોજાદર ધાર વિસ્તારમાં આવેલી વિન્ડવર ઈન્ડીયા લીમીટેડ કંપનીની પવનચકકી લોકેશન નંબર-412ના ટીસીના એંગલમાં ખાટલાની પાટી તથા રેસમની દોરી વડે મનસુખભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા ઉકાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


