જામનગરમાં અંબાણી પરિવારના આંગણે વનતારાની મુલાકાતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતાં. ત્યારબાદ બોલીવુડ કપર રણબીર અને આલિયા કપુરનું જામનગરના આંગણે આગમન થયું છે.
View this post on Instagram
જામનગર એરપોર્ટ પર બોલીવુડ સ્ટાર્સ કપલ રણબીર અને આલિયા પહોંચ્યા હતાં જ્યારે આ સાથે અંબાણી પરિવારના સભ્યો પણ એરપોર્ટથી ખાવડી તરફ જતા નજરે પડયા હતાં. ઉલ્લેખનીયછે કે અંબાણી પરિવારના આંગણે અવારનવાર બોલીવુડ સ્ટાર્સનું આગમન થતુ હોય છે ત્યારે ગઈકાલે રાત્રે રણબીર અને આલિયા પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. આ સાથે અંબાણી પરિવારના સભ્યો પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં. ત્યારે બોલીવુડ કપલ વનતારાની મુલાકાત લેશે અને રિલાયન્સના ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે.


