આપણા રસોડામાં ઔષધિઓનો ભંડાર છે. રસોડામાં વપરાતી વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. ત્યારે ચાલો જાણીએ. અજમો ખાવાથી શું શું ફાયદા થાય છે.
1. પાચનતંત્ર માટે લાભદાયક
અજમો પાચતતંત્રને મજબુત બનાવે છે. ગેસ, એસિડીટી અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ભોજન પછી અજમો ખાવાથી પાચન સહેલું થાય છે.
2. પેટની સમસ્યા માટે
પેટ ફુલવુ, ગેસ થવું અથવા પેટ દર્દ થાય ત્યારે ગરમ પાણી સાથે અમજો લેવો ખૂબ જ અસરકારક છે. સોજો અને દુ:ખાવા માટે અજમાનો ઉપપયોગ પર થાય છે.
3. શરદી અને ઉધરસમાં ઉપયોગી
ઠંડી ખાંસીમાં અજમાનો શેક આરામ આપે છે. ગરમ પાણીમાં અજમો ઉકાળી પીવાથી શ્ર્વસન તંત્ર શુદ્ધ બને છે.
4. ઝાડા માટે ઉપયોગી
અજમો ઝાડા અને પેટના અન્ય રોગો માટે ફાયદાકારક છે. છાશમાં અજમો અને લીમડાના પાનનું પાઉડર મિકસ કરી લેવાથી રાહત મળે છે.
5. તણાવ અને માથાના દુ:ખાવા માટે
તણાવ ઘટાડવા માટે અજમાની પોટલી બનાવીને સૂંઘવાથી માથાનો દુ:ખાવો અને તણાવ ઘટે છે.
6. હાડકા અને સાંધાના દુ:ખાવા ટે
અજમાનો તેલ ઘસવાથી સાંધાના દુ:ખાવામાં રાહત મળે છે ગરમ પાણી સાથે અજમો લેવો ગઠીયાના દર્દીઓ માટે લાભદાયક છે.
7. વજનમાં ઘટાડવામાં મદદરૂપ
ગરમ પાણી સાથે અજમો લેવાથી મેટાબોલીઝમ તેજ થાય છે. અને ચરબી ઓગળે છે. તે શરીરથી ટોકસીસ દૂર કરવા મદદ કરે છે.
8. ત્વચા માટે ફાયદાકારક
ત્વચાના ફોલ્લા અને ચાંદા માટે અજમાનું પેસ્ટ લગાવવું ફાયદાકારક છે. તે ચાંદા અને ચાંદી જેવી સમસ્યાઓમાં ઉપયોગી છે.
અજમો પ્રાકૃતિક ઔષધિ છે. પરંતુ તેને વધુ માત્રામાં લેવાનું ટાળવું જોઇએ. ખાસ કરીને ગર્ભાવસ્થામાં અથવા કોઇ ગંભીર તબીબી સ્થિતિમાં તેવું આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા એ જણાવ્યું હતું.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો)