Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાજપા-કોંગ્રેસ સામ-સામે આવી ગયા - VIDEO

જામનગરમાં ભાજપા-કોંગ્રેસ સામ-સામે આવી ગયા – VIDEO

ભાજપા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન

જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટાઉનહોલ પાસે ભાજપા-કોંગ્રેસના હોદ્ેદારો-કાર્યકરો સામસામે આવી જતાં માહોલમાં ગરમાવો આવી ગયો હતો. આ દરમિયાન ધક્કામુકીમાં શહેર કોંગ્રેસ પ્રમુખની તબિયત લથડી હતી.

- Advertisement -

ડો. બાબાસાહેબ આંબેડકરને લઈ ભાજપા-કોંગ્રેસ સામસામે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહયા છે. દિલ્હીમાં સંસદભવન ખાતે પણ આ મુદ્દો ગરમાયો છે. ત્યારે જામનગરમાં પણ આ મુદ્દાને લઇ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જામનગર શહેર ભાજપા દ્વારા આરંક્ષણ વિરોધી કોંગ્રેસ, ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન સહિતના પોસ્ટરો સાથે વિરોધ રેલી યોજી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપાના હોદ્ેદારો કાર્યકરો ટાઉનહોલ નજીક પહોંચતા કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં આવી જતાં ભાજપા કોંગ્રેસના હોદ્ેદારો કાર્યકરો સામ સામે આવી ગયા હતાં. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નલેશભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી વિયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વસંતભાઈ ગોરી, આકાશભાઈ બારડ સહિતના અગ્રણીઓ-કાર્યકરો દ્વારા રેલી યોજી હતી.

- Advertisement -

આ દરમિયાન ભાજપાના કાર્યકરો ટાઉનહોલ પાસે પહોંચતા કોંગ્રેસના શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ સહિતના હોદ્ેદારો-કાર્યકરો સહિતના ત્યાં બાબાસાહેબ આંબેડકરના પોસ્ટરો સાથે સામે આવી ગયા હતાં. ભાજપા કોંગે્રસના હોદ્ેદારો – કાર્યકરો સામસામે આવી જતાં વાતાવરણ ગરમાયું હતું. બનાવના પગલે પોલીસ પણ દોડી ગઇ હતી. જેમાં ધક્કામુકી સર્જાતા શહેર કોંગ્રેસ પ્રમુખની તબિયત લથડી હતી. પોલીસ દ્વારા ભાજપા-કોંગે્રસના હોદ્ેદારો – કાર્યકરોને છૂટા કરાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular