જોડિયા બંદરે ફિશીંગ બોટ પલ્ટી મારી ગઇ હતી. જેમાં બોટને પુન: કાર્યરત કરવાનો ખર્ચો કરવાનો નુકસાની બોટ માલિકને પહોંચી હતી.
માછીમારો માટે જોડિયા બંદરની જર્જરિત જેટી મુસીબતનું કારણ બની છે. જોડિયામાં અંદાજે 70 જેટલી ફિશીંગ બોટ દ્વારા માછીમારી વ્યવસાયથી જોડાયેલા માછીમારો છે. દરિયાની ભરતી સમયે મધ દરિયે બોટો બંદર સુધી અવર-જવર ચાલુ રહે છે.બંદરના દરિયાકિનારે જ્યારે પાણી ન હોય ત્યારે જેટીના નીચે કાદવ કીચડવાળી જગ્યામાં માછીમારો પોતાની બોટને સુરક્ષિત રાખતા હોય છે. આ દરમિયાન જેટીની નીચે લાગરેલ અકબર સિદિકયાએ બુરડની ઈરાની નામની ફિશીંગ બોટ પલ્ટી મારી ગઇ હતી.


