Tuesday, January 7, 2025
Homeરાજ્યરેશનકાર્ડનું e-KYC કરવામાં લોકોને મુશ્કેલીઓનો પાર નહીં

રેશનકાર્ડનું e-KYC કરવામાં લોકોને મુશ્કેલીઓનો પાર નહીં

સરકારે કંટ્રોલ રૂમ શરૂ કરી આધારકાર્ડ કિટની સંખ્યા વધારવા આપી સૂચના

- Advertisement -

રેશનકાર્ડમાં ઇ-કેવાયસી થયું નહીં હોય તો રાશનનું અનાજ નહીં મળે તેવા નિયમના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ઇ-કેવાયસી પ્રક્રિયા માટે ટેકનિકલ પ્રશ્નો ઉભા થતાં નોટબંધી જેવી લાઇનો લાગી રહી છે. આ સંજોગોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.

- Advertisement -

રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી ઇ-કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનિટરીંગ કરી રહ્યાં છે. વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘેરબેઠાં માય રેશન એપ્લિકેશનની મદદથી જ્યારે ગ્રામ પંચાયત લેવલે વીસીઇ દ્વારા 1.07 નાગરિકોનું ઇ-કેવાયસી કરવામાં આવ્યું છે.રાજ્યમાં ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માઘ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું ઇ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યુ છે. હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2787 મળી કુલ 4376 જેટલી આધારકીટ કાર્યરત છે.ઘણાં જિલ્લામાં લાઇનો લાગતાં અને સર્વર અને આધાર કાર્ડના કેટલાક ટેકનિકલ પ્રશ્નોને ઘ્યાને રાખી સરકારે નવી 1000 આધાર કીટ કાર્યરત કરવાનું આયોજન કર્યું છે. ઇ-કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર વીસીઇ એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી ઇ-કેવાયસી થતું નથી. વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular