સુર્ય વગર પૃથ્વી પર જીવન શકય જ નહોત અને એટલે સૂર્ય નમસ્કાર એ સૂર્યદેવને કૃતજ્ઞતા વ્યકત કરવાની એક રીત છે. જે આપણા પૃથ્વી ગ્રહ પર તમામ પ્રાણ ઉર્જાનું મુખ્ય કારણ છે. સુર્યનમસ્કાર આપણા ઋષિમુનિઓ દ્વારા નિશ્ર્ચિત કરાયેલા 12 આસનોનો સમૂહ છે. જે શરીર, શ્ર્વાસ અને મનને સાથે લાવે છે. ત્યારે નિયમિત સુર્ય નમસ્કાર કરવાથી શરીરને ગજબના ફાયદા થાય છે.
સુર્યનમસ્કારએ આશન નહીં આસનોનો સમુહ છે. સુર્યનમસ્કાર કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે. વિદેશોમાં પણ પ્રચલિત સુર્યનમસ્કાર કરવાથી તન, મન અને વાણીથી ત્રણેય શાંત થાય છે અને ઉર્જા મળે છે.
પાચન ક્ષમતા સુધારે :
દરરોજ સુર્ય નમસ્કાર કરવાથી પાચન ક્ષમતા સુધરે છે સાથે સાથે કબજિયાત, એસિડીટી અને પેટમાં બળતરા જેવી સમસ્યામાં રાહત મળે છે .
પેટની ચરબી ઘટાડે :
સુર્યનમસ્કાર કરવાથી પેટના મસલ્સ મજબુ ાય છે સાથે જ પેટની વધારાની ચરબી દૂર થાય છે.
શરીરને ડિટોકસ કરે :
સુર્યનમસ્કારથી શરીરના દરેક અંગ સુધી ઓકસીજનવાળુ લોહી પુરતી માત્રામાં પહોંચે છે જેથી શરીરમાં રહેલા કાર્બન ડાયોકસાઈડ અને અન્ય ઝેરીલા ગેસ બહાર નિકળે છે
તણાવ ઓછો કરે :
સુર્ય નમસ્કારથી શરીરમાં બ્લડ સરકર્યુલેશન વ્યવસ્થિત થાય છે યાદ શક્તિ સુધરે છે અને તણાવ ઘટે છે.
શરીરની ફલેક્સિબલ બનાવે :
સુર્યનમસ્કાર કરવાથી આખા શરીરનું વર્કઆઉટ થઈ જાય છે એટલે શરીર ફલેકસીબલ થાય છે.
આમ, નિયમિત સુર્ય નમસ્કાર એ સૂર્યદેવને કૃતજ્ઞતા વ્યકત કરવાની રીત તો છે પરંતુ આપણને પણ ખૂબ લાભદાયક છે. નિયમિત રીતે સુર્યનમસ્કાર કરવામાં આવે તો શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.