Saturday, November 16, 2024
Homeધર્મ / રાશિગુરૂ નાનક જયંતીના પર્વ પર જાણીએ ગુરૂનાનક દેવ અને શીખ ધર્મની સ્થાપના...

ગુરૂ નાનક જયંતીના પર્વ પર જાણીએ ગુરૂનાનક દેવ અને શીખ ધર્મની સ્થાપના વિશે

- Advertisement -

શીખ ધર્મમાં મોટો પર્વ એટલે ગુરૂ નાનકદેવ જયંતી. દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જ્યારે આ દિવસે આયોજિત સભાઓમાં ગુરૂ નાનકદેવ દ્વારા આપવામાં આવેલા ઉપદેશો કહેવામાં આવે છે અને ગુરૂ ગ્રંથ સાહેબનો પાઠ કરવામાં આવે છે.

- Advertisement -

શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનક દેવજીની જન્મજયંતીને ગુરૂ નાનક જયંતી તરીકે ઉજવવામાં આવે છે કે જ્યારે શીખ સમુદાયના લોકો ગુરૂદ્વારામાં જાય છે. તેમના ઉપદેશોને યાદ કરે છે તેથી આ દિવસને ગુરૂ પર્વ અને પ્રકાશ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે ગુરૂનાનક દેવની 555મી જન્મજયંતી ઉજવવામાં આવશે.

ગુરૂનાનક દેવનો જન્મ 15 એપ્રિલ ઈ.સ.1469 ના તલવંડી (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમની માતા ત્રિપ્તા દેવી અને પિતા કાલુ હતાં. તેમણે ફારસી, અરબી અને સંસ્કૃત ભાષામાં નિપુણતા મેળવી હતી. તેમનું અવસાન 22 સપ્ટેમ્બર 1539 ના કરતારપુરમાં થયું હતું. તેમને ‘એક ઓમકાર’ એટલે કે ‘એક ભગવાન’નો સંદેશો ફેલાવ્યો હતો. ગુરૂનાનક જયંતી પર્વ પર સવારે પ્રભાતફેરી, ગુરૂદ્વારામાં કિર્તન અને લંગરનું આયોજન થતું હોય છે.

- Advertisement -

હંમેશા એક ભગવાનની ઉપાસના પર ધ્યાન કેન્દ્રીત કરો, ભગવાનની ભકિતમાં લીન લોકો કોઇથી ડરતા નથી, ખરાબ કર્મ કરવાનું વિચારવું પણ નહીં. તમારી મહેનત અને પ્રામાણિકતાની કમાણીથી લોકોને મદદ કરો. દરેકને સમાન રીતે જુઓ વગેરે જેવા ઉપદેશો તેમણે આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular