એક્ષ્પર્ટના કહેવા મુજબ સૌથી પહેલી અને મહત્વની ભૂલ છે નાસ્તો સ્કીપ કરવો. જો તમને ખરેખર ભૂખ નથી અને તમે નાસ્તો નથી કરી રહ્યા તો કોઈ વાંધો નહિ પરંતુ જો તમે કેલેરીના ચક્કરમાં નાસ્તો સ્કીપ કરી રહ્યા છો તો હવે થી આવું ના કરશો. કારણ કે તમે સવારમાં નાસ્તા સમયે તો મન મજબુત કરી ના કહી દો છો પરંતુ પછી ભૂખ લાગતા વધુ ઝડપથી અને ભૂખ કરતા પણ વધુ ખવાઈ જાય છે જેથી વજન વધી શકે છે.
બીજી ભૂલ છે મોડેથી નાસ્તો કરવો. જાગ્યા પછી બે કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ.
ત્રીજી ભૂલ નાસ્તામાં તેલ અને મસાલેદાર ખાવું જેમકે ચાઉમીન, પાસ્તા, બ્રેડ, કચોરી વગેરે ખાવાથી વજન ઘટવાના બદલે વધે છે. આ બધા આહારમાં ભરપુર માત્રામાં કેલેરી જોવા મળે છે.
ચોથી ભૂલ નાસ્તામાં પ્રોટીન અને ફાઈબર ન લેવું. જો તમે પ્રોટીન અને ફાઈબર યુક્ત આહાર નથી લેતા તો તમને વજન ઘટાડવામાં મુશ્કેલી થઇ શકે છે.
પાંચમી ભૂલ ે સ્તામાં જ્યુસ પીવું. ફ્રુટ જ્યુસમાં ફાઈબર ઓછુ અને શુગર વધુ માત્રામાં હોય છે જે શરીર ને ઘટાડવાના બદલે વધારે છે.
જો તમે પણ તમારા બ્રેકફાસ્ટ સાથે આ પાંચ ભૂલો કરતા હોય તો હવેથી આ ભૂલને સુધારજો અને પ્રોટીન ફાઈબર યુક્ત નાસ્તો કરજો.