જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર કલેકટર કચેરી સામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનના ડીસ્પેન્શર મશીનમાં છેડછાડ કરી છ ખાતાધારકોના ખાતામાંથી રૂા.22,500ની રોકડ રકમ ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી કલેકટર કચેરીની સામે આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ રૂમમાં ગત તા.13 ના રોજ દિવસે અજાણ્યા તસ્કરો એ એટીએમ રૂમમાં પ્રવેશ કરી મશીનના ડીસ્પેન્શર મશીનમાં છેડછાડ કરી જુદા જુદા છ ખાતાધારકોના ખાતામાંથી રૂા.22,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવની જાણ થતા બેંક મેનેજર હિતેશભાઈ રાયચુરા દ્વારા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ ડી.જી. રાજ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.