Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર એરપોર્ટ ઉપર ફલાઇટમાં બોમ્બના ધમકીભર્યા ઇમેલથી પોલીસ દોડી ગઇ - VIDEO

જામનગર એરપોર્ટ ઉપર ફલાઇટમાં બોમ્બના ધમકીભર્યા ઇમેલથી પોલીસ દોડી ગઇ – VIDEO

ફલાઇટમાં રહેલ મુસાફરોને ઉતારી સર્ચ ઓપરેશન હાથ ધરાયું : એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતનો કાફલો એરપોર્ટ પર તૈનાત

- Advertisement -

જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઇન્સની ફલાઇટમાં બોમ્બ હોવાનું ઇમેઇલ મળતાં જામનગર એસપી, ડીવાયએસપી, બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો એરપોર્ટ ખાતે દોડી ગયો હતો અને ફલાઇટમાં રહેલા મુસાફરોને નીચે ઉતારી તાબડતોબ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કશું ન મળતાં હાશકારો અનુભવાયો હતો.

- Advertisement -

દેશભરમાં મુસાફર વિમાનોમાં બોમ્બની ધમકીના સતત કોલ અને ઇમેઇલ આવતા રહે છે. જેને લઇ એરપોર્ટ રોડ પર પોલીસ દોડતી રહે છે. એવામાં આજે જામનગરથી હૈદ્રાબાદ જતી ફલાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ધમકીભર્યો ઇમેઇલ મળતાં જામનગર એરપોર્ટ ખાતે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બોમ્બના મેસેજ મળતાની સાથે જ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ પોલીસ એજન્સીઓની સતર્ક કરી દેવામાં આવી હતી. અને જામનગર એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સીટી સી ડિવીઝન હિતનો ોલીસ કાફલો એરપોર્ટ દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. એક તબકકે રનવે પર ચાલુ થઇ ગયેલી જામનગર હૈદ્રાબાદ ફલાઇટને રોકી દેવામાં આવી હતી અને ફલાઇટમાં રહેલા તમામ 31 મુસાફરો તથા સમગ્ર સ્ટાફને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સમગ્ર ટીમે ફલાઇટનો કબજો સંભાળી લીધો હતો અને તાબડતોબ ફલાઇટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક જેટલો સમય આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. બે કલાકના સર્ચ ઓપરેશનમાં કશું જ વાંધાજનક ન મળતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પ્લેનને રન વે પર જ રખાયું હતું. જયારે મુસાફરોને જામનગરના એરપોર્ટ પર સહિ સલામત રીતે રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગર એરફોર્સની પણ મદદ લેવામાં આવી હતી.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ ની ટીમમાં પીએસઆઇ આર.સી. દેસાઈ, એ.એસ.આઇ. ડી.યુ અગ્રાવત, એ.એસ.આઇ. એલ.એમ લૈયા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા તેમજ ડોગ હેન્ગલર દશરથસિંહ જાડેજા તેમજ જામનગરના પોલીસ દળના એક્સપ્લોઝિવ ડોગ યાનકી ની મદદ લેવામાં આવી હતી અને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular