જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક પેટ્રોલ પંપ નજીક ભિક્ષુક જેવા રખડતા ભટકતા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કોળીના દંગાની બાજુમાં આવેલીા હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં સુનિલભાઈ બાબુભાઈ ભાંભી (ઉ.વ.31) નામના યુવાને મંગળવારે વહેલીસવારના છ વાગ્યાના અરસામાં તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા બાબુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક પેટ્રોલ પંપ સામેના રોડની નીચે આશરે 45 વર્ષના ભિક્ષુક જેવા જણાતો દિવ્યાંગ યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યાની જયેન્દ્રભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.એસ. દલસાણીયા તથા સ્ટાફે યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.