જીઆરડી જવાન સહિત જામનગર શહેરમાં બે બંધ મકાનમાં થયેલ ચોરીના કેસમાં એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી લઇ સોનાના દાગીના, રોકડ રકમ સહિત કુલ રૂા.4,03,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં રહેતાં જીઆરડી જવાનના બંધ મકાનમાં સોનાના દાગીના તથા રોકડ રકમ સહિતની ચોરી થઈ હતી. આ કેસ અંગે જામનરગ એલસીબી તપાસમાં હતી આ દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલા આરોપી શહેરના અંબર ચોકડી પાસે ચર્ચ નજીક શેરીમાં હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર તથા મયુદીનભાઈ સૈયદને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબી પીએસઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને આરોપી કરણસિંગ રાજકુમાર સિંગ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેણે અન્ય એક બંધ મકાનમાંથી પણ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પોલીસે તેની પાસેથી સોનાની વીટી, બુટી, કાનની સર જોડી, ચાંદીના પગના સાંકળા, પગની માછલી, મંગળસુત્ર તથા રોકડ સહિત કુલ રૂા.4,03,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી કરણસિંગ દિવસના શહેરની ગલીઓમાં ચકકરો મારી બંધ મકાનો જોઇ મકાનના દરવાજા પાસે જઈ દરવાજાની આજબુાજ તથા બાથરૂમમાં તથા દરવાજા પાસે પડેલ બુટ અંદરથી ચાવીઓ ગોતી ચાવીથી મકાનના દરવાજાના લોક ખોલી મકાનમાં ઘુસીને ચોરીને અંજામ આપતો હતો.