લોકો ડ્રગ્સ સહિતના દુષણોથી દૂર રહે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃત બને તે હેતુસર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ દ્વારા ડ્રગ્સ તથા સાયબર ફ્રોડને લઇ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે.
જામનગર શહેરમાં હાલમાં નવરાત્રિ પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે જામનગર પોલીસ દ્વારા નવગર અભિગમ હાથ ધરતા વિવિધ ગરબા સ્થળોએ પોલીસ પહોંચે છે. અને ‘Say No To Drugs’ અને સાયબર ક્રાઇમ અંગેના જનજાગૃતિ અર્થેના સંદેશાઓ સાથેના બેનર તથા લઇ લોકો વચ્ચે ગરબે ઘૂમે છે અને તેમની સાથે વાતચીત કરી ‘Say No To Drugs’ અને સાઇબર ક્રાઇમ બાબતે સંકલ્પ લેવડાવે છે. તેમજ ડ્રગ્સના દુષણ અંગે માહિતગાર પણ કરે છે. આ ઉપરાંત સાયબર છેતરપિંડીથી બચવા અંગે પણ માહિતી આપે છે.
નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, જે એન ઝાલા, એન.બી. ગોરડીયા, પી.આઇ. એમ.એન. શેખ, પી.એસઆઇ, એચ.વી. ગોહિલ, એ.આર. પરમાર, પંચકોશી એ ડિવીઝન, સાયબર ક્રાઇમ પોલીસ, જામનગર જિલ્લા એસએચઇ ટીમ સહિતના જહેમત ઉઠાવે છે.