જામનગરના દરેડ ગામ ધાડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરમાંથી એક શખ્સને ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને રૂા.47000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના દરેડ ગામ ધાડ વિસ્તારમાં એકતા પ્રોવિઝન નામની દુકાનમાં એક શખ્સ માણસોની જીંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાં ખાલી બાટલામાં ગેસનું રીફીલીંગ કરતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઈડ દરમિયાન સિરાજ કાદર કુરેશી નામના શખ્સને ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો ઝડપી લઇ 12 ગેસના ભરેલા બાટલા, ચાર ગેસના ખાલી બાટલાઓ, લોખંડની ઇલેકટ્રીક એસેમ્બર મોટર, પ્લાસ્ટિકની પાઈપ, વજન કાંટો સહિત કુલ રૂા.47000 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.