Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર31 વર્ષ પૂર્વેની હત્યા કેસમાં પૂર્વ પોલીસકર્મીને આજીવન કેદની સજા

31 વર્ષ પૂર્વેની હત્યા કેસમાં પૂર્વ પોલીસકર્મીને આજીવન કેદની સજા

જામનગરના સાંધ્ય દૈનિકના તંત્રીની નવ આરોપીઓ દ્વારા હત્યા થઈ હતી : કેસ દરમિયાન પાંચ આરોપીઓના અવસાન, ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડાયા, સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીની દલીલ માન્ય રાખી ચૂકાદો

- Advertisement -

જામનગરમાં 31 વર્ષ 5ૂર્વેના વર્ષ 1973 ના અખબારના તંત્રીની હત્યાના કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા તથા રૂા.25000 ના દંડનો જામનગર સેશન્સ અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસ દરમિયાન પાંચ આરોપીઓના મૃત્યુ થયા હતાં. જ્યારે ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતાં. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના અખબાર ગુડ ઈવનિંગના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાની 31 વર્ષ પૂર્વે વર્ષ 1993 માં લીમડાલાઈન વિસ્તારમાં કામસર ગયા હતાં ત્યારે માધવદાસ, ધર્મેન્દ્ર, અનોપસિંહ, પૂર્વ પોલીસકર્મી ગંભીરસિંહ જાડેજા, મંગળસિંહ ઉર્ફે રુપસિંહ, પરબત, ભવાન, અરવિંદ, નિકુળસિંહ સહિતના દ્વારા એકસંપ કરી લોખંડના પાઈપ, છરી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ઝડઘો કરી સુરેન્દ્રસિંહ ઉપર હુમલો કર્યો હતો અને હત્યા નિપજાવી હતી આ કેસમાં ખુબ જ લાંબા સમય સુધી કાનુની જંગ ખેલાયો હતો. આ કેસમાં પ્રોસીકયુશન તરફે 29 જેટલા સાક્ષી – સાહેદો અને 38 જેટલા દસ્તાવેજી પૂરાવા તપાસવામાં આવ્યા હતાં અને કાનુની વિવાદમાં ઉપરોકત દસ્તાવેજોને ચેલેન્જપૂર્વક પ્રોસીકયુશન સફળ રહ્યું હતું. આ કેસમાં આરોપી પૈકીના પૂર્વ પોલીસ કર્મચારી ગંભીરસિંહ જાડેજાને આજીવન કેદની સજાનો ચુકાદો સેશન્સ કોર્ટના જજ વી પી અગ્રવાલ દ્વારા ફરમાવ્યો હતો. તેમજ અન્ય આરોપી ભવાન, અરવિંદ અને નિકુળસિંહને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય આરોપીઓના ચાલુ કેસ દરમિયાન અવસાન થયા હતાં.

આ બનાવ અંદાજે 31 વર્ષ પૂર્વે બન્યો હતો. જેમની હત્યા થઈ હતી તે સુરેન્દ્રસિંહ ગુડ ઈવનિંગ નામનું સાંધ્ય દૈનિક ચલાવતા હતાં અને સક્રિયા સામાજિક કાર્યકર રહ્યા હતાં. જે-તે વખતે પ્રેસના ઉદઘાટન વખતે રાજ્યના મુખ્યમંત્રી સહિત અડધુ પ્રધાનમંડળ હાજર રહ્યું હતું. જે બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. લાંબા સમયથી કાનુની જંગ બાદ ચૂકાદો આવ્યો હતો. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ તરીકે જમનભાઈ ભંડેરી રોકાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular