જામનગરના નવાગામ ઘેડમાં યુવતીને તેના ઘરની બહાર સીસીટીવી કેમેરા કેમ લગાડેલ છે ? તે કાઢી નાખજો કહી એક મહિલા સહિત ત્રણ શખ્સો દ્વારા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
જામનગરના નવાગામ ઘેડ હનુમાન ચોકમાં રહેતાં નંદિનીબેન સુનિલભાઈ શીંગાળા તા.8 ના રોજ તેમના ઘરે હતાં તે દરમિયાન આરોપીઓ ત્યાં આવીને તારો પતિ સુનિલ કયા છે ? કહી તમારા ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવેલ છે તે કાઢી નાખજો તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, સીસીટીવી કેમેરા અમે અમારી સેફટી માટે લગાવેલ છે તેમ કહેતા આરોપીઓ અશોક શરદ શીંગાળા, નિલેશ ઉર્ફે નિતિન અશોક શીંગાળા તથા જ્યોતિબેન નિલેશ શીંગાળા નામના શખ્સોએ ફરિયાદીને અપશબ્દો કહી કેમેરા નહીં કાઢો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આથી નંદનીબેન દ્વારા મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.