એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ તથા ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર તમાકુ મુક્તિ કેન્દ્રનું ઈ.ચા. ડીન તથા તબીબી અધિક્ષકના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. Tobacco Free Youth Campaign 2.0 અંતર્ગત વર્ચુઅલ માધ્યમથી મંત્રાલય સાથે જોડાઈને યુનિયન મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવી દિલ્હીની અધ્યક્ષતામાં આ ઉદ્દઘાટન સમારોહ યોજવામા આવ્યો હતો.જેમાં ઉપસ્થિત સૌ કોઈએ તમાકુ મુક્ત સમાજનું ઘડતર કરવા અંગેના શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં સાઈક્રિયાટ્રી વિભાગ અને કોમ્યુનીટી મેડીસીન વિભાગના તજજ્ઞો તથા વિવિધ સ્ટાફગણ હાજર રહ્યા હતાં.