જામનગરના પોલીસ કર્મીને 13 વર્ષ પૂર્વેના લાંચ કેસમાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી છે મનોજરંજનના લાયસન્સ માટે પોલીસ કર્મી રૂા.4000 ની લાંચ લેતા ઝડપાયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પંચેશ્ર્વરટાવર રોડ પર ચા ની દુકાન ધરાવતા એક આસામીએ મનોરંજન લાયસન્સ મેળવવા માટે 13 વર્ષ 5ૂર્વે અરજી કરી હતી. જેમાં જામનગર સિટી એ ડીવીઝનના તત્કાલિન પોલીસ કર્મચારી સુનિલ વિનોદ રાવલ એ રૂા.4000 ની લાંચ માંગી હતી. જેમાં તા.23/04/2011ના એસીબીના લાંચના છટકા દરમિયાન આરોપી પંચની હાજરીમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. એસીબીએ આ અંગે ગુનો નોંધી આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી હતી. આ કેસ જામનગર પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ જજ નેહલકુમાર આર. જોશીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા બંને પક્ષ દ્વારા રજૂ કરાયેલ રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપી પોલીસ કર્મી સુનિલ વિનોદ રાવલને દોઢ વર્ષની જેલ સજા તથા રૂા. એક હજારનો દંડનો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર હેમેન્દ્ર ડી. મહેતા રોકાયા હતા.