જામનગર શહેરમાં ચાલતા કચરાના વાહનો ઓવરલોડ હોય આવા વાહનો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
View this post on Instagram
જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ચાલે છે. જેમાં તંત્રની ભારે બેદરકારી જોવા મળી રહી છે. અવાર-નવાર આ કચરાની ગાડીઓ ઓવરલોડ થઈને દોડતી હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. તંત્રની આ બેદરકારીને કારણે શહેરીજનોમાં રોષની લાગણી છવાઈ છે. ઓવરલોડ કચરાની ગાડીથી અકસ્માતનો ભય પણ તોળાઈ રહ્યો છે. આવી રીતે ચાલતી ઓવરલોડ ગાડીઓ સામે તંત્રના આંખ આડા કાનને લઇ લોકો અનેક પ્રશ્ર્ન ઉઠાવી રહ્યા છે. અને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા પણ લોકોમાં માંગ ઉઠી છે.