કીડની સ્ટોન સામાન્ય પરંતુ ગંભીર બિમારી છે. કડીની શરીરનું મહત્વનું અંગ છે. જે લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. રકતને ફિલ્ટર કરી કેલ્શિયમ, ફોસ્રન્સ, સોડિયમ સહિતના મિનરલ્સ યુરીનની સાથે શરીરની બહાર નિકળે છ. પરંતુ જયારે શરીરમાં આ મિનરલ્સની માત્રા વધી જાય છે. ત્યારે તે કીડનીમાં સ્ટોનનું રૂપ લઇ લે છે. ત્યારે આ પથરીના દર્દીઓને ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. જેમ કે, નમકનું પ્રમાણ ઘટાડવું : શરીરમાં સોડિયમ નમકનું ઉચ્ચસ્તર યુરિનમાં કેલ્શ્યિઉમને વધારે છે. જેથી ભોજનમાં નમકનું પ્રમાણ ઘટાડવું જોઇએ અને ખાસ કરીને બહારનું ફાસ્ટફુડ ટાળવું જોઇએ. રેસ્ટોરન્ટના ખોરાકમાં પણ નમકનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેને અવોઇડ કરવું જોઇએ.
માંસાહાર ટાળવ જોઇએ
રેડમીટ પોર્ક,ચીકન, પોલ્ટ્રી અને ઇંડા જેવા આહાર શરીરમાં યુરિક એસિડની માત્રા વધારે છે. જયારે વધુ પડતું પ્રોટિન શરીરમાં સાઇટ્રેટ નામનું રસાયણ ઓછું કરે છે. જેથી ડૉકટરની સલાહ મુજબ પ્રોટિન લેવું શરીર માટે ફાયદાકારક સાબિત થશે.
કોલ્ડ્રીંક અને કોફિન ટાળવું
કોલ્ડ્રીંક લેવાથી શરીરમાં પથરીની તકલીફ વધી શકે છે. જેનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. વધુ પડતી ચા અને કોફી પણ પીવી ન જોઇએ.
આમ જે લોકોને શરીરમાં પથરીની સમસ્યા છે. તેમણે પોતાના ખાનપાન આહાર પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આમ સામાન્ય પરંતુ આમ ગંભીર સમસ્યા થઇ શક છે.