જામનગર શહેરના અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોનીમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.9200 ની કિંમતની 23 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે આવેલા આવાસ કોલોની બ્લોક નંબર 51 અને રૂમ નંબર 5 માં રહેતાં બિપીન ઉર્ફે લાકડી કારા મુછડિયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા અને દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.9200 ની કિંમતની 23 બોટલ દારૂ મળી આવતા એલસીબીએ દારૂ કબ્જે કરી બિપીનની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રવિ અમરશી ધૈયડા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.12000 ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા રવિની ધરપકડ કરી હતી. ત્રીજો દરોડો, કિશાન ચોક વિસ્તારમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે કરણ ગુલાબ ડાભીને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.12,000 ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા કરણની ધરપકડ કરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 42 માં રહેતાં યોગેશ રમણિકલાલ વીઠલાણી નામના શખ્સના મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા રૂા.3500 ની કિંમતની સાત બોટલ દારૂ અને 3100 ની કિંમતના 31 નંગ દારૂના ચપટા મળી કુલ રૂા.6,600 ની કિંમતના દારૂના જથ્થા સાથે યોગેશને દબોચી લીધો હતો. તેમજ પૂછપરછ કરતા દારૂના જથ્થામાં અશોક ઉર્ફે મીરચી ખટાઉ મંગેનું નામ ખુલતા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરના અંધાશ્રમ પાછળ આવેલી ચેમ્બર કોલોનીમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે મહેશ નારણ ડાંગર અને આશિષ રાજુ વારસાકીયા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.7000 ની કિંમતની 14 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા બંનેની ધરપકડ કરી હતી. છઠો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મેઘપર પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા ત્રણ હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાને તથા નવલ ખેરાજ બુજડ નામના બે શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.