જામનગર શહેરમાં હનુમાનટેકરી સાતનાલાથી શિવ હોટલ તરફ જતા માર્ગ પર હોન્ડા સીટી કારમાં દારૂની મહેફીલ માણતા ચાર શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઇ દારૂ સપ્લાય કરનાર સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી સાત નાલાથી શિવ હોટલ તરફ જવાના માર્ગ પર રવિવારે બપોરના સમયે પાર્ક કરેલી જીજે-10-એપી-7990 નંબરની હોન્ડા સીટી કારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની શંકા જતા સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા કારમાંથી કરમણ ધના વાંચા, મેહુલ હમીર મોભેરા, ધર્મેશ મુકેશ ગંગેરા અને કમલેશ કાનજી સોલંકી, નામના ચાર શખ્સો પાસેથી બે લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનોજથ્થો મુન્નો હબીબ દલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.