જામનગરના હાપા વિસ્તારમાં આવેલી એલગન સોસાયટીમાં ગઇરાત્રે પ્રસાદીના મસાલા ભાત આરોગ્યા બાદ 16 જેટલા બાળકોને ફૂડ પોઇઝનીંગની અસરથી ઝાડા-ઉલ્ટી થતાં આ ઘટના અંગે જામ્યુકોની આરોગ્ય વિભાગ તેમજ ફૂડ શાખા ઘટના સ્થળે દોડી ગઇ હતી. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા ગઇરાત્રીની ઘટના અંગે તપાસ હાથ ધરી બાળકોએ જે મસાલા ભાત આરોગ્યા હતાં તેના નમૂના એકત્ર કરી આગળની તપાસ માટે મોકલી આપ્યા હતાં.