Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં પોલીસના 10 જૂગારસ્થળોએ દરોડા

જામનગર શહેર-જિલ્લામાં પોલીસના 10 જૂગારસ્થળોએ દરોડા

- Advertisement -

પ્રથમ દરોડો, લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. પ્રવિણભાઈ બડિયાવદરા અને દિવ્યેભાઈ ભીંભાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન નાજા દેવા તારીયા, વિપુલ લાલા તારીયા, ઉમેદ નુરદીન હેમનાણી, હકા બાપા ટોયટા, મનિષ મોહન કાછડિયા, હરીશ લાખા ટોયટા, હેમંત નાગદાન ચાવડા, ભરત ચુનીલાલ રાયઠઠ્ઠા, સંજય અરશી ચોચા નામના નવ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.56470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પ્રફુલ્લ જશમત ભેંસદડિયા નામના શખ્સને તીનપતિનો જૂગાર રમતા રૂા.12,150ની રોકડ રકમ, રૂા.5000 નો મોબાઇલ અને પાંચ બાઈક મળી કુલ રૂા.1,37,150 ના મુદ્દામાલ સાથે પંચ એ પોલીસ સ્ટાફે ઝડપી લઇ નાશી ગયેલા મોહિત લવજી ભેંસદડિયા, મયંક ઉર્ફે જીગો કાનજી ભેંસદડિયા, અંકિત અમરશી કાસુન્દ્રા, અજય વિનોદ ભેંસદડિયા, કાળુ અમરશી હિંસુ, શૈલેષ ચંદુ વાંસજાળિયા, સીકો રમેશ મુળજી ભેંસદડિયા સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સરમત ગામમાં કેનાલ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નાથા માંડણ માતંગ, કુમાર રતિલાલ પરમાર, મહેબુબ સતાર ઓડીયા અને પાંચ મહિલા સહિત આઠ શખ્સોને સિક્કા પોલીસે રૂા.12380 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના સાજરીયાળી ગામની પાટડા સીમ વિસ્તારમાંથી જૂગાર રમતા રફિક અલીમામદ નોયડા, તોફિક અલીમામદ નોયડા નામના બે શખ્સોને રૂા.10230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે લાલપુર પોલીસે ઝડપીલઇ નાશી ગયેલા ઈકબાલ મુંગર નોયડા, સીરાજ હુશેન નોયડા, સલીમ સુમાર સમા અને મનસુખ તાળા નામના છ શખસો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં જૂગાર રમતા ભાવેશ મુળુ રાઠોડ, વીજ અમજી પરમાર નામના બે શખ્સોને રૂા.1920 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં જૂગાર રમતા ઈસ્માઇલ અબ્બાસ ખેરાણી, માનસીંગ રઘુ વાઘેલા, ઈસ્માઇલ હાસમ ખીરા, વલી આમદ બાબવાણી, નામના ચાર શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.24,200 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. છઠો દરોડો ધ્રોલ તાલુકાના લૈયારા ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઈન્દ્રરાજસિંહ જાડેજા, યશપાલસિંહ સહદેવસિંહ જાડેજા, વિશ્ર્વરાજસિંહ અનોપસિંહ જાડેજા, શિવભદ્રસિંહ બટુકસિંહ જાડેજા, ડાયા ભીખા પઢીયાર, પૃથ્વીરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના આઠ શખ્સોને રૂા.12750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

સાતમો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓને રૂા.11700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. આઠમો દરોડો, લાલપુર તાલુકાના દલતુંગી ગામમાંથી વર્લીમટકાના આંકડા લખતા કાળુ ટપુ દેથલિયા નામના શખ્સને લાલપુર પોલીસે રૂા.4,120 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

નવમો દરોડો લાલપુર ગામમાં પ્રગટેશ્ર્વર સોસાયટીમાં જાહેરમાં તીનપતિ રમતા જયદીપ હસમુખ પાડલિયા, જયેશ હસમુખ પાડલિયા, સલીમઅલી યારઅલી ખ્વાજા નામના ત્રણ શખ્સોને રૂા.11710 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. દશમો દરોડો, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં કુવા પાસેથી જૂગાર રમતા હિતેશ જીવરાજ બુસા, આશિષ મનસુખ બુસા, ગીરીશ રવજી મેનપરા, ભૌતિક જમન તારપરા, પારશ વિઠ્ઠલ ઠેસિયા નામના પાંચ શખ્સોને રૂા.7270 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડો, જામનગર તાલુકાના નાઘુના ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા આશિક રાજેશ દલસાણિયા, રવિ ભૂપત સોલંકી, પંકજ તુલસી દલસાણિયા, રાજેશ જીણા દલસાણિયા, તુલસી કાના રાઠોડ નામના પાંચ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.3620 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular