Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરભાઈ દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર જીવલેણ હુમલો

ભાઈ દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર જીવલેણ હુમલો

પાંચ માસ પહેલાં યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ : ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા પાઈપ અને લાકડી વડે હુમલો : પતાવી દેવાની ધમકી

- Advertisement -

જામનગરના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ વિમલભાઈ ઉર્ફે ગુગો જેઠાભાઈ પરમાર નામના 22 વર્ષના કોળી યુવાનના ભાઈ નીરજે આજથી આશરે પાંચેક મહિના પૂર્વે મોરઝર ગામના રહીશ ભરત બાવનજી બાટા નામના શખ્સ તથા અન્ય બીજા શખ્સો સામે પણ કોઈ બાબતે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ અંગે આરોપી ભરતએ મનદુ:ખ રાખી, અને ફરિયાદી વિમલભાઈ પરમાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેમના વતન મોરઝર ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ તેમના કુટુંબી કાકા નરોત્તમભાઈના ઘર પાસે ઉભા હતા. તે સમયે મોટરસાયકલ પર આવેલા ભરત બાટા તેમજ ચંદ્રેશ નરોત્તમ પરમારએ તેમની પાસે આવીને કહેલ કે “તમે બંને ભાઈઓને ફરિયાદ કરવાનો બહુ શોખ છે ને, હવે કરી લેજો ફરિયાદ” તેમ કહીને આરોપી ભરત બાટાએ તેના મોટરસાયકલ પર રહેલા લોખંડના પાઇપ વડે વિમલભાઈ ઉપર હુમલો કરી અને બંને આરોપીઓએ લોખંડનો પાઈપ અને લાકડી વડે તેમને વ્યાપક ઈજાઓ પહોંચાડી હતી.

આટલું જ નહીં, અન્ય બે આરોપીઓ બાલા નરોત્તમ પરમાર અને નરોત્તમ બચુ પરમારએ પણ તેમને બિભત્સ ગાળો કાઢી અને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. સી.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular