Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 12 જૂગારદરોડામાં આઠ મહિલા સહિત 64 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં 12 જૂગારદરોડામાં આઠ મહિલા સહિત 64 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

મહિલાઓને નોટિસ અપાઈ : એક શખ્સ નાશી જતાં શોધખોળ

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ભીમવાસ 03 મેલડી માતાજીના મંદિર, રાજ લોડલાઈન્સ પાસે, તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રાજુ પરબત વિરમગામા, જયદીપસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુળજી દલપત કાંજીયા નામના ત્રણ શખ્સોને તેમજ ત્રણ મહિલાઓને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં અને રૂા.14250 ની રોકડ રકમ કબ્જે કરી હતી. મહિલાઓને નોટિસ આપી હતી.

- Advertisement -

બીજો દરોડો, શેઠવડાળા ગામે ખારીના તળાવ પાસે ઝારીઝાખરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન રૈનિશ જગદીશ વાઘેલા, વિનોદ લાલજી ચાવડા, રમણિક નાથા ચાવડા તથા રમેશ પાલા રાઠોડ નામના ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1190 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રીજો દરોડો, મેઘપર પડાણાના સીંગચ ગામ પ્રાથમિક શાળા સામેની ગલ્લીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે રેઈડ દરમિયાન ખીમા સીડા ઢચા, પ્રવિણ ઉર્ફે કાળીયો મેઘા ઢચા, પુના ભુરા રાઠોડ, રાજુ ધનજી જોડ, ગોવિંદ સામા રાઠોડ તથા સામત લાખા કારીયા નામના છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.17,340 ની રોકડ રકમ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ચોથો દરોડો, જામનગરમાં જાગૃત્તિનગર મેઈન રોડના ખુણા પાસે તીનપતિનો જૂગાર રમાતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવિઝન પોલીસે રેઈડ દરમિયાન ગોપાલ ડાયા ભાટી, ગોપાલ મંગલ ચૌહાણ તથા રમેશ કાનજી ડાભી નામના ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.3020 ની રોકડ સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાંચમો દરોડો, જામનગરના ગોરધનપર ગામમાં પેટ્રોલ પંપની પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રાહુલ ધરમશી પરમાર, રવિ મહેન્દ્ર પરમાર, ભાવેશ સુનિલ મકવાણા, શૈલેષ સોમા પરમાર તથા પ્રફુલ્લ દિનેશ રાઠોડ નામના પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2940 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઈડ દરમિયાન અરુણ રાજુ પરમાર નામનો શખ્સ નાશી જતાં શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

છઠો દરોડો, જામનગરના કાલાવડનાકા બહારથી સિટી એ પોલીસે ગની ઈસ્માઇલ પટાસ તથા ઈમત્યિાઝ મહમદ હમીરકા નામના બે શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10200 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સાતમો દરોડો, ધ્રોલ તાલુકાના લાલપુર પરા ગામમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિજય મેરુ માલકિયા, નવઘણ મેરા ભુંડિયા, સુરેશ હરજી ઝૂંઝા, પિન્ટુ જીવન દંતેશ્ર્વરીયા, અભય રમણિક માલકિયા, સંજય ઓધવજી સરવૈયા, રવિ જીવણ દંતેશ્ર્વરીયા નામના સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.4460 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આઠમો દરોડો, નાની ખાવડી ગામે ગૌશાળા પાસેથી સીક્કા પોલીસે રેઈડ દરમિયાન જીતેશ માણેકચંદ નગરિયા, સુનિલ છગનલાલ ગુડકા, કિશોર છગનલાલ ગુડકા, જોગીદાન ઉર્ફે રાજુ હાજાણી, સુચલ વિનોદ ગોસરાણી, હિત સુભાષ ગોસરાણી, વિનોદ ઉર્ફે કાલી ડાયા સુરડીયા નામના સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.13850 ની રોકડ રકમ, રૂા.54,000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.67,850 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નવમો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સી નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન વિશાલ હસમુખ પીઠડિયા, રવિ કિશોર પીઠડિયા તથા પાંચ મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા. 14,270 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલાઓને નોટિસ આપી હતી.

દશમો દરોડો, શેઠવડાળાના ગોરખડી ગામના પાદરમાં વડલાના ઝાડ નીચેથી શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન રાયદે રામજી પરમાર, જીતેશ સવજી સાંગેચા, ભીખા રામજી પરમાર તથા રાયશી જિવા પરમાર નામના ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ પોલીસે રૂા.4980 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અગિયારમો દરોડો, શેઠવડાળાના આંબરડી ગામની સીમમાં સરકારી ખરાબામાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન દેવસુર સોમાત ડાંગર, વિજય ગોરા સોલંકી, જુગલ લખમણ હુણ, પ્રદીપ કરશન રાજાણી, રવિરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, અસરફ ઈશા હાલેપોત્રા નામના છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઈ રૂા.13,630 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બારમો દરોડો, ધ્રોલ તાલુકામાં માણેકપર ચોકડી પાસે તળાવની બાજુમાંથી ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન રુખા નાજા ગમારા, ભરત ઉર્ફે લાખા હરજી ગમારા, ભૂપત બુટા ભુંડિયા, વિરમ કારા ભુંડીયા, સતિષ ઉર્ફે અગો માંડા ચાવડીયા તથા વાલા દેવા ભુંડિયા સહિત છ શખ્સોને પોલીસે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,400 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular